Nomadic Tribes Livelihood Generation Success Stories of VSSM Initiative


120 families of Vadee - Madaree, Bharthari A Nomadic Tribes Communities of Gujarat start their own ventures with the support of VSSM and its donors. .

One of the major endeavours of VSSM is to enable the nomadic communities earn a dignified living. We have been consistently sharing with you the state of livelihoods of the various  nomadic communities.
Livelihood Generation for Nomadic Community of Gujarat by VSSM
Livelihood Generation for Nomadic Community of Gujarat by VSSM
Mechanisation,  industrialisation, urbanisation, environmental changes, wildlife laws etc.  have affected the age old and  traditional livelihoods of the nomadic communities across our country.The implementation of Wildlife Protection Act rendered the Nomadic Community of Vadee- Madaree jobless while the Nomadic Tribes Bharthari have lost their music because the recent  generations  haven’t been interested in listening to their Ektara…instead they ask them to work and earn their living.... Since last couple of decades the various Nomadic Communities of Gujarat are finding it extremely difficult to survive on the very skills their forefathers were revered for….want an irony….

Most of these livelihoods have become obsolete while there are some that are practiced just because the practicing communities do not have any option but to cling to them inspite of the fact that these professions  hardly earn them a square meal.
Livelihood Generation for Nomadic Community of Gujarat by VSSM
Livelihood Generation for Nomadic Community of Gujarat by VSSM
How to reintegrate the livelihoods of these extremely marginalised and  poor population was the question that kept arising all the time we addressed one after another issues challenging the nomadic communities. At one point we began training them for trades like electrical, plumbing, masonry , tailoring, mobile repairing etc. professions that have great demand both in rural and urban regions. It was an uphill task to convince them to take up these trades, link them with the market after the completion of training as most of the trainees never made efforts to search jobs in tune with the training received. Eventually we the effort had to be terminated the energy, money and time spent on the entire program wasn’t giving desired results, bringing us to same question what to do for the livelihoods of the Nomads???

Livelihood Generation for Nomadic Community of Gujarat by VSSM
Livelihood Generation for Nomadic Community of Gujarat by VSSM
There was this demand from some individuals from these communities to give them loan to help them start their own enterprise or ventures. We found the proposal to be risky as these families continuously keep moving so how will they repay the month instalments was the challenge but we had to begin somewhere so why not experiment and give it a try was the consensus from the VSSM team. Initially we gave  loan to a couple of  individuals.  And with the increase in positive experiences we began lending more… During the past 1 year we have supported 120 individuals with the total amount of loan being Rs. 17,18,500 of which Rs. 5,44,550 have already been returned. So far the experiences have been very encouraging.  
Livelihood Generation for Nomadic Community of Gujarat by VSSM
Livelihood Generation for Nomadic Community of Gujarat by VSSM
With the increase in lending amount there emerged a need to setup a revolving fund to meet the needs of loans. The following Samaritans  helped us set-up the revolving fund..


  • Days Business Finance Pvt. Ltd.-------Rs. 5,00,000
  • Pragnya Girish Sherdalal Foundation  Rs. 5,00,000
  • N. A. Sonawala---------------------------Rs. 2,50,000
  • Blue Cross Laboratories---------------- Rs. 5,00,000
  • Shri. Paresh Vora------------------------ Rs.10,000
  • --------------------------------------------------------------
  • Total -------------------------------------- Rs. 17,60,000

In the year 2015-16 we are looking towards supporting 150 more individuals and from Rs. 17,60,000 we plan to increase amount of revolving fund to Rs. 25, 00,000 ( 25 lacs) 

Livelihood Generation for Nomadic Community of Gujarat by VSSM
Livelihood Generation for Nomadic Community of Gujarat by VSSM
The financial support has to a very great extent changed the lives of 120 families, it has enabled these families to do jobs they like allowing them to maintain their inherent nature of enterprise. All their lives and historically as well these communities have worked for themselves be it making baskets, sharpening  knives, creating iron tools etc etc. they pursued their professions on their own terms and hence it is difficult for them to work on the back and call of others. Being involved in their own businesses means they are their own boss and can put in extra hours to increase sales and profits. All these families are doing exactly that to change the destiny of their families……

We are hopeful that with you continued support more families will be abel to earn and live with dignity. 

vssm અને તેની સાથે સંકળાયેલા દાતાઓના માધ્યમથી ૧૨૦ વિચરતા પરિવારો સ્વતંત્ર વ્યવસાય કરતા થાય

વિચરતા સમુદાયોના પરંપરાગત વ્યવસાય પડી ભાંગ્યા છે. નવા વ્યવસાયની આવડત નથી એટલે નાં છુટકે પોતાના મૂળ વ્યવસાય સાથે જોડાઈને જે મળે તેમાંથી જ આ પરિવારો ગુજારો કરે. કેટલીક જાતિઓ તો એવી છે કે મૂળ વ્યવસાયમાંથી પણ ગુજારો કરી શકે તેમ નથી. જેમ કે વાદી – મદારી સાપના ખેલ બતાવીને લોકોનું મનોરંજન કરે પણ ‘ વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ’ આવ્યો એટલે સાપના ખેલ પર જ પ્રતિબંધ આવી ગયો એટલે ના છુટક આ પરિવારો ભીખ માંગવા માંડ્યા તો ભરથરી રાવણહથ્થો વગાડી લોકોનું મનોરંજન કરીને પૈસા રળતા પણ હવે ભરથરીનાં સંગીતમાં કોઈને રસ રહ્યો નથી. ઊલટાનું મહેનત કરીને પૈસા કમાવવાની સૌ સલાહ આપે છે. આમ વિચરતી જાતિઓ જે પારંપરિક વ્યવસાયોના આધારે જીવતી હવે તેના આધારે ટકી શકાય તેમ નહોતું.

આ પરિવારો સાથેના કામો દરમ્યાન રોજગારી માટે શું  કરવું તેનું ચિંતન સતત થયા કરે. એક વિચાર તરીકે વિવિધ વૈકલ્પિક વ્યવસાયોની (કડિયાકામ, પ્લમબીંગ, સિલાઈ, મોબાઈલ રીપેરીંગ, ઈલેક્ટ્રીશીયન  વગેરે) તાલીમ આપવાનું નક્કી કર્યું અને કામ શરૂ કર્યું પરંતુ, તેમાં સૌથી વધારે મુશ્કેલી થવા માંડી. પહેલાં તો લોકો આવી કોઈ તાલીમ માટે તૈયાર જ નહોતા થતા પણ પછી સમજાવીએ એટલે તૈયાર થાય અને તેમની તાલીમ પૂરી થાય પછી લીધેલી તાલીમને અનુરૂપ કામ શોધીને પૈસા કમાવવાનું શરૂ થવું જોઈએ પણ એ દિશામાં કોઈ જ વ્યક્તિ પ્રયત્ન નાં કરે. આમ તાલીમ પાછળ પૈસા અને સમય બંનેનો  વ્યય થતો જણાયો. શું કરવું તે સમજાતું નહોતું.

છેવટે આ પરિવારોમાંના જ કેટલાક સ્વતંત્ર વ્યવસાય કરવા લોન આપવા વિનંતી કરી. શરૂઆતમાં આ થોડું જોખમી પણ લાગ્યું.. પોતાના પરંપરાગત વ્યવસાય માટે ફરતાં રહે છે. લોન લેશે તો હપ્તા કેવી રીતે ભરશે વગેરે જેવા પ્રશ્નો હતાં પણ પછી એક પ્રયોગ તરીકે પણ આ કરવા જેવું લાગ્યું અને લોન આપવાની શરૂઆત કરી.

છેલ્લા એક વર્ષમાં ૧૨૦ વ્યક્તિઓને આપણે લોન આપી અને તેના ખૂબ જ સુંદર અનુભવો રહ્યા. અત્યાર સુધી આપણે રૂI. ૧૭,૧૮,૫૦૦ની લોન આપી જેમાંથી ૫,૪૪,૫૫૦ પરત પણ આવી ગયા છે.
સ્વતંત્ર વ્યવસાય માટે આ પરિવારોને લોન આપી શકીએ તે માટે રીવોલ્વીંગ ફંડ ઊભું કરવું પડે તેમ હતું જે માટે નીચે જણાવેલા સંસ્થાના શુભેચ્છક સ્વજનોએ મદદ કરી.

ક્રમ    નામ                                            રકમ

૧ ડાર્સ બીઝનેસ ફાઈનેન્સ પ્રા.લી          ૫,૦૦,૦૦૦

૨ પ્રજ્ઞા ગીરીશ શેરદલાલ ફાઉન્ડેશન    ૫,૦૦,૦૦૦

૩ એન.એ.સોનાવાલા                          ૨,૫૦,૦૦૦

૪ બ્લુ ક્રોસ લેબોરેટરીઝ લી.                  ૫,૦૦,૦૦૦

૫ શ્રી પરેશ વોરા                                  ૧૦,૦૦૦

              કુલ                                          ૧૭,૬૦,૦૦૦


હાલમાં સંસ્થા પાસે આ નિમિતનું રીવોલ્વીંગ ફંડ રૂI. ૧૭,૬૦,૦૦૦ છે. જેને વધારીને રૂI. ૨૫ લાખ કરવાનું આયોજન છે. સંસ્થા સાથે સંકળાયેલા સૌ સ્વજનોના સહયોગથી આપણે ૧૨૦ પરિવારોના જીવનમાં ઊજાસ પાથરવામાં નિમિત બન્યા છીએ.વિચરતા સમુદાયના અન્ય પરિવારો પણ માનભેર રોજી મેળવતા થાય તે દિશામાં હજુ વધારે પ્રયત્ન કરવાના છે. વર્ષ ૨૦૧૫-૧૬ માટે અમે ૧૫૦ વ્યક્તિઓને લોન આપવાનો નિર્ધાર કર્યો છે. મૂળ સદીઓથી સ્વતંત્ર વ્યવસાય થકી જ આજીવિકા રળતા આ પરિવારો પોતાના મનના માલિક છે કોઈના હાથ નીચે રહીને કામ કરવાનું એમણે કર્યું જ નથી. દા.ત. ચપ્પુની ધાર કાઢવાનું કે વેચવાનું,વાંસમાંથી સૂંડલા ટોપલા બનાવવાનું હોય કે કાંસકી બનાવીને વેચવાનું કામએ પોતાની માલીકીનું કે મરજીનું કામ છે. આપ સૌની મદદથી આ આયોજન સુધી પહોંચી શકીશું તેવી શ્રદ્ધા છે.



૧૨૦ વ્યક્તિઓએ જે હેતુસર લોન લીધી છે, જેટલી રકમની લોન લીધી છે તેમાંથી કેટલા રૂપિયા પરત ભરપાઈ કર્યા છે વગેરે વિગતો જોઈ શકાય છે.

--------------------------------------------------------------------------------------------------------------------------
Jayantibhai’s hardwork pays of…..

Jayantibhai Raval of Oad-Kamod was recently at VSSM’s office in Ahmedabad to pay the last instalment towards  his loan of  Rs. 30,000 taken for purchasing  a goods carrier rickshaw. Thought his immense hard work he has managed to paid of his loan in 9 months. 

“So what do you plan to do with the monthly Rs. 3000 now that the loan is paid off? It’s a substantial amount you’ll be left with every month!!” we inquired while talking to him about future plans. 

Jayantibhai Raval - Nomadic Tribe
Livelihood  Generation Success Story of  VSSM Initiative
“Every month I’ll come and give that amount to you, plan and manage my saving,” he replied. That came as a surprise to us, it potrayed the amount of faith he had in us. 

Jayantibhai, apart from paying the monthly instalment has been regularly saving a small amount and depositing it in Kalupur Commercial Cooperative bank, where he has his savings account. 

“If you save Rs. 3000 every month in a couple of years the saving would be enough to make a down payment and purchase a small house. The balance amount can be taken as loan from the same bank.” we suggested as part of VSSM Housing Program for Nomadic Tribes Livelihood Generation Initiative . 

“What can be better than owning a house and moving away from such wilderness and get rid of living without basic amenities like  water, power………” Jayantibhai spoke expressing his desire…

In place like Oad-Kamod it is possible to own a house in 3-4 lacs. With proper since management individuals like Jayantibhai can achieve such living. He is a hardworking man who is regular with his savings too, the best part is he would be able to realise his dream without awaiting government support…….

જયંતીભાઈ રાવળ જેમણે લોડીંગ રીક્ષા માટે રૂ.૩૦,૦૦૦ ની લોન vssm પાસેથી લીધેલી. એમણે 9 મહિનામાં પોતાની લોનના તમામ હપ્તા ભરી દીધા. એ ઓફીસ પર છેલ્લો હપ્તો આપવા આવ્યાં ત્યારે એમની સાથે જે વાત થઇ તે..
‘vssmની લોનના માસિક હપ્તાની રકમ રૂ, ૩,૦૦૦ હવે બચવાની ને? એ માટે કંઈ આયોજન કર્યું છે?’  ‘હું ૩૦૦૦ તમને આપી જઈશ. તમે જ આયોજન કરજો.’ થોડીવાર માટે આશ્ચર્ય થયું એમને કેટલો ભરોષો છે.. એમનું કાલુપુર બેંકમાં ખાતું ખોલાવેલું છે.. જેમાં એ નિયમિત બચત પણ કરે છે. બેંક સાથેનો એમનો નાણાંકીય વ્યવહાર સારો છે. અમે એમને કહ્યું, 
‘નિયમિત રૂ.૩૦૦૦ની બચત થાય તો બે વર્ષે ડાઉનપેમેન્ટ ભરીને બાકીની રકમની કાલુપુર બેંકમાંથી લોન લઈને ઘર લઇ શકાય.’
‘એ થાય તો એનાથી ઉત્તમ એકેય નહિ ને મારી બચત તો વધવાની જ બહેન. અમે વધારે મહેનત કરીશું. પણ ઘર થઇ જાય તો આમ લાઈટ, પાણી વગર વગડામાં પડ્યા રહેવાથી તો છુટકારો મળે.. ’
જયંતીભાઈ કમોડગામમાં રહે છે. ત્યાં તો ૩થી ૪ લાખમાં સરસ ઘર મળી જાય. ઉપર જણાવ્યા પ્રમાણે  આયોજન જો એ સરસ રીતે કરે તો એમનું ઘર થઇ જ જાય એ નક્કી છે.. એમનો અત્યાર સુધીનો વ્યવહાર જોતા આ બધું એ કરશે એ એવું લાગે છે. સરકારની મદદની રાહ જોયા વગર જાત મહેનતથી ઉભા થવા પ્રયત્ન કરવાથી ઉત્તમ બીજું શું હોઈ શકે... 

No comments:

Post a Comment